પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 જનસભાઓને સંબોધિત કરશે
Live TV
-
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર જોર-શોર થી ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી આજે 4 જનસભાઓને સંબોધિત કરશે. તેઓ આજે મહારાષ્ટ્રમાં ત્રણ અને તેલંગાણામાં એક જનસભા કરશે. મહારાષ્ટ્રના લાતુર, ઉષ્માનાબાદ અને માલ્શેનસમાં જનસભા કરશે. સાથે જ તેઓ તેલંગાણાના ઝગીરાબાદમાં જનસભા કરશે.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ નેતાઓનો પ્રચાર ચરમસીમા પર છે ત્યારે આજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રચાર અર્થે કર્નાટકમાં રહેશે. તેઓ આજે શીવામોગ્ગાની એક કોલેજમાં પ્રબુદ્ધ લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ કગીન્લ્લે હવેરી જીલ્લામાં આવેલ કનક ગુરુ પીઠની મુલાકાત કરશે અને સાંજે હાવેરીમાં યોજાનાર રોડ-શો ની શરૂઆત ચંદ્રગુટેમાં દેવી મંદિરથી કરશે.
તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક અમિત શાહ આજે આસામના ગુવાહાટીમાં પત્રકાર પરિષદને સંબોધશે. ત્યાર બાદ તેઓ પૂર્વીય વર્ધમાન બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે અને સાંજે તેઓ અમદાવાદની નરોડા ગ્રામપંચાયત વિસ્તારમાં જનસભા કરશે. તો બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ આજે વરમાડી અને ખાડગામાં જનસભા કરશે સાથે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં ત્રણ જનસભા કરશે. તેઓ આજે બહેરાનપુર, વિરભુર, અને આસનસોલ માં જનસભા કરશે.