હેમંત સોરેનની અંતરિમ જામીનની અરજી પર SCની EDને પાઠવી નોટિસ, કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી
Live TV
-
અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચમાં કેસની સુનાવણી થઈ હતી. 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. એ પણ કહ્યું કે ED પાસે ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે. સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલના કેસની છેલ્લી સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર ખન્નાની બેંચમાં થઈ હતી.
આ દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ED વતી સોલિસિટર જનરલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. સિંઘવીએ કોર્ટને કહ્યું, 'હું તમારી સમક્ષ કેટલાક ચોંકાવનારા તથ્યો રજૂ કરવા માંગુ છું.' તેના પર કોર્ટે કહ્યું કે અમને નોટિસ જાહેર કરવા દો. અંતરિમ જામીન માંગવાળી હેમંત સોરેનની અરજી પર સુપ્રિમ કોર્ટે ઈડીને નોટિસ પાઠવી છે...6 મે સુધી જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યુ છે.