Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં ત્રીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • દિલ્હીમાં આજથી મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને શુક્રવારે સંમેલનની અધ્યક્ષતા કરશે. ત્રિ-દિવસીય પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદના સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી વહીવટ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

    કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ વર્ષે સંમેલનની વિષય વસ્તુ–સરળ જીવનનિર્વાહની ખાતરી કરવી રાખવામાં આવી છે. ચર્ચા-વિચારણા દરમિયાન, સામાન્ય વિકાસ એજન્ડાને લાગુ કરવા અને રાજ્યો સાથે ભાગીદારીમાં સંકલિત પગલાં નક્કી કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

    આ પરિષદમાં જમીન અને સંપત્તિ, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શાળા શિક્ષણ જેવી જન કલ્યાણકારી  યોજનાઓ અને ગુણવત્તાયુક્ત સેવાઓની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે પાંચ પેટા થીમ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મહત્વાકાંક્ષી બ્લોકનો અનુભવ અને જિલ્લા કાર્યક્રમોના ઉભરતા પડકારો પર વિશેષ સત્રોનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વ્યસન મુક્તિ અને પુનર્વસન, અમૃત સરોવર, પ્રવાસનને પ્રોત્સાહન, પીએમ વિશ્વકર્મા અને પીએમ સ્વાનિધિ યોજના પર પણ વિસ્તૃત ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે પહેલી કોન્ફરન્સ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી ગત વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply