Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વ ક્ષય પરિષદને સંબોધિત કરશે અને એક હજાર 780 કરોડ રૂપિયાનીકિમતના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધીના મુસાફર રોપ વે નો શિલાન્યાસ પણ કરશે.આ મહિનાની 24મી તારીખેવિશ્વ ક્ષય રોગ દિવસ પર, પ્રધાનમંત્રી ટીબી-મુક્તપંચાયત ઝુંબેશ ટીબી અટકાયતી સારવાર અને ટીબી માટે કુટુંબ-કેન્દ્રિત સંભાળ મોડલને ભારતમાં શરુ કરશે. મોદી ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023 પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી પસંદગીનાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબી નાબૂદી તરફના પ્રશંસનીય કાર્ય માટે પુરસ્કાર પણ આપશે. માર્ચ2018 માં, પ્રધાનમંત્રીએ 2025 સુધીમાં ટીબી સંબંધિત ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવાનું આહ્વાન કર્યું હતું, જે નિર્ધારિત લક્ષ્ય કરતાં પાંચ વર્ષ વહેલું છે.

    આ પરિષદમાં 30થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.છેલ્લા નવ વર્ષોમાં, શ્રી મોદીએ વારાણસી શહેરમાંપરિવર્તન લાવવા અને શહેરમાં રહેતા લોકો માટે જીવનની સરળતા વધારવા પર વિશેષ ધ્યાનકેન્દ્રિત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં એક હજાર 780 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદોલિયા સુધીના મુસાફર રોપવેનો શિલાન્યાસ પણ કરશે. આપ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 645 કરોડ રૂપિયા છે. રોપવે સિસ્ટમ પાંચ સ્ટેશન ધરાવતા પોણાચાર કિલોમીટરને આવરી લેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply