પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્સલીઓના ગઢમાંથી ચૂંટણીસભાને સંબોધિત કરી
Live TV
-
છતીસગઢના પહેલા તબક્કાની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન 10નવેમ્બર સાંજે પૂર્ણ થશે.
પાંચ રાજ્યમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકિય પાર્ટીઓ પ્રચાર અભિયાનમાં લાગી ગઈ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્સલીઓના ગઢમાંથી ચૂંટણીસભાની શરૂઆત કરશે. તેઓ આજે બસ્તરના જંગલપુરથી પહેલી ચૂંટણી સભાને સંબોધશે. છતીસગઢના પહેલા તબક્કાની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન 10નવેમ્બર સાંજે પૂર્ણ થશે. છતીસગઢમાં બીજા ચરણના પ્રચાર માટે 12 નવેમ્બરે પીએમ મોદી રાયગઢ અને બિલાસપુરમાં ચૂંટણીસભાને સંબોધશે. તો પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધી બે દિવસના છતીસગઢના પ્રવાસ દરમિયાન ચૂંટણીસભાને સંબોધશે.
