Skip to main content
Settings Settings for Dark

આજે દેશભરમાં ભાઈબીજના તહેવારની ઉજવણી

Live TV

X
  • ભાઈ બીજના અવસરે દેશવાસીઓને ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભકામના પાઠવી.

    આજે દેશભરમાં ભાઈબીજનો તહેવાર ઉજવાય રહ્યો છે. ભાઈબીજ દીવાળીના એક દિવસ બાદ એટલે કે કારતક સુદ બીજના દિવસને ઉજવાય છે. આજના દિવસે બહેન ભાઇને પોતાના ઘરે જમવા માટે બોલાવે છે અને ભાઈના દિર્ઘાયુ જીવનની કામના કરે છે. ભાઈબીજની કથા મુજબ  આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ હતું અને યમરાજે એવું વરદાન આપ્યું હતું કે આજના દિવસે જે ભાઈ બહેનને ઘરે જમવા જશે તેનું ક્યારેય અપમૃત્યું નહી થાય.  ભાઈ બીજના અવસરે દેશવાસીઓને ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભકામના પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply