ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ ત્રણ દિવસીય પેરિસની યાત્રા પર
Live TV
-
રવિવારે ઉપરાષ્ટ્રપતિ આર્ક ડિ ટ્રાયોમ્ફીમાં યોજનાર પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્તિ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિની સતાબ્દીસમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આજથી ત્રણ દિવસીય પેરિસ યાત્રા પર છે... આ સતાબ્દી સમારોહમાં 50થી વધુ દેશોના રાષ્ટ્રિય અધ્યક્ષો ઉપસ્થિત રહેશે. રવિવારે ઉપરાષ્ટ્રપતિ આર્ક ડિ ટ્રાયોમ્ફીમાં યોજનાર પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્તિ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે, તેની અધ્યક્ષતા ફ્રાંસીસ રાષ્ટ્રપતિ અમૈનુઅલ મેક્રો કરશે. શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. શનિવારે તેઓ વિલર્સ ગુસ્લાંમાં ઇન્ડિયન વાર મેમોરિયલનું ઉદઘાટન કરશે. ઉલ્લેખનિય છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે સૌથી વધુ સૈનિક મોકલ્યા હતા.
