Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદામી અને હાવેરીમાં જનસભાઓને સંબોધિત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગ્લુરૂમાં મેગા રોડ શો કરશે

    કર્ણાટક ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા પ્રચાર અભિયાને જોર પક્યું છે. તમામ રાજકીય પક્ષો અત્યારે પ્રચારમાં તેમની પુરી તાકાત લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગ્લુરૂમાં મેગા રોડ શો કરશે. તેની સાથે પ્રધાનમંત્રી બાદામી અને હાવેરીમાં જનસભાઓને સંબોધિત કરશે. આ ઉપરાંત ભાજપાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિવિધ જનસંભાઓને સંબોધિત કરશે.

    અમિત શાહે ચિકોડી અને બેળગાવિ જિલ્લામાં રોડ શો પણ કરશે. આની સાથે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રોડ શો કરવાના છે. બીજી બાજુ અન્ય પક્ષના નેતાઓએ પણ પ્રચાર અભિયાનમાં તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પણ આજે કર્ણાટકની ચૂંટણી પ્રચારમાં જોડાશે, તે હુબલીમાં પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા વરૂણ ક્ષેત્રમાં પ્રચાર કરશે. જનતાદળ સેક્યુલેર માટે એચડી દેવગોડા હાસલ, બેલુર અને સકલેસપુરામાં ચૂંટણી પ્રચાર કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply