પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈએ જશે ફ્રાન્સ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈએ પેરિસ ખાતે વર્ષની બેસ્ટિલ ડે પરેડમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા ફ્રાન્સ જશે. વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્રદળ, ફ્રાંસના સશસ્ત્રદળ સાથે પરેડમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીની આ યાત્રાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અ આર્થિક સહયોગ સંબંધ વધુ મજબૂત બનશે.
