Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ'માં થયા સહભાગી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ'માં થયા સહભાગી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લુમબર્ગ ઇકોનોમિક ફોરમને સંબોધન કરતા વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી, શક્તિ અને જ્ઞાનના યોગ્ય ઉપયોગ અંગે મહત્વપૂર્ણ વાત રજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના સમયમાં એ વાત સૌથી વધુ મહત્વપૂર્ણ છે કે જેમની પાસે જ્ઞાન, ધન અને શક્તિ છે, તેઓ તેનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે.

    પીએમ મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમય સત્તા કે નિયંત્રણ ખેંચવાનો એટલે કે 'પાવર ટુ કંટ્રોલ'નો નથી, પરંતુ યોજનાઓ અને વિચારોને જમીન પર સાકાર કરવાનો એટલે કે 'પાવર ટુ ઇમ્પ્લીમેન્ટ'નો દોર છે, જેને ભારતે પોતાની સંસ્કૃતિ અને કાર્યપ્રણાલીમાં ઉતાર્યું છે. ભારતને 'મધર ઓફ ડેમોક્રસી' ગણાવતા તેમણે કહ્યું કે દેશે હંમેશા લોકશાહી મૂલ્યો અને સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપી છે. ભારતમાં મોબાઇલ ડેટાને અત્યંત સસ્તો બનાવવામાં આવ્યો છે, જેના કારણે દેશના અંતર્યાળ ગામડાઓ સુધીના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે પ્રગતિ અને અવસરોના નવા દ્વાર ખુલ્યા છે.

    પ્રધાનમંત્રીના આ સંબોધને વૈશ્વિક મંચ પર ભારતની ટેક્નોલોજીલક્ષી પ્રગતિ, સમાવેશી વિકાસ અને ભવિષ્યની રણનીતિને સ્પષ્ટ રીતે ઉજાગર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply