શારદીય નવરાત્રિ 2026: ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો સ્વરૂપ, મહત્વ અને પૂજા વિધિ
Live TV
-
શારદીય નવરાત્રિ 2026: ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની આરાધના, જાણો સ્વરૂપ, મહત્વ અને પૂજા વિધિ
શારદીય નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ત્રીજા દિવસે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા અંબાનું આ સ્વરૂપ અત્યંત દિવ્ય, શાંતિદાયક અને સાથેસાથે ભક્તોને અભયદાન આપનારું છે.
શા માટે નામ પડ્યું 'ચંદ્રઘંટા'?
માતાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર સુશોભિત છે, જેના કારણે તેમને 'ચંદ્રઘંટા' તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ, તેમના મસ્તક પરનો આ ચંદ્ર ઘંટા સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે, જે નકારાત્મક શક્તિઓ અને ભૂત-પ્રેત જેવી બધાઓને દૂર રાખે છે.
મા ચંદ્રઘંટાનું સ્વરૂપ અને વાહન:
મા ચંદ્રઘંટાના દસ હાથ છે અને તેઓ સિંહ કે વાઘ પર સવાર થાય છે. તેમના હાથમાં ત્રિશૂલ, ગદા, તલવાર, ધનુષ-બાણ જેવા દિવ્ય શસ્ત્રો હોય છે. તેમનું આ સ્વરૂપ સાધકોને શૌર્ય, બળ, આત્મવિશ્વાસ અને મનની શાંતિ પ્રદાન કરે છે.
