Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હીમાં BIMSTEC ગૃહમંત્રીઓની પ્રથમ બેઠક યોજાઈ

Live TV

X
  • નવી દિલ્હીમાં BIMSTEC ગૃહમંત્રીઓની પ્રથમ બેઠક યોજાઈ: આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે સંયુક્ત લડાઈ પર ભાર

    ભારત આજે રાજધાની નવી દિલ્હીમાં બિમસ્ટેક દેશોના ગૃહમંત્રીઓની પ્રથમ ઐતિહાસિક બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા અને ક્ષેત્રમાં સંગઠિત પડકારોનો સામનો કરવાનો છે.

    આ બેઠકમાં આતંકવાદ, આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના, માદક દ્રવ્યો, કટ્ટરપંથીકરણ, તસ્કરી, ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને સાયબર ધમકીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાએ સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભારત માટે આ પ્રથમ બેઠકની યજમાની કરવી ગર્વની વાત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ બેઠક આતંકવાદ અને સંગઠિત ગુના જેવા જોખમોનો સામનો કરવા માટે બિમસ્ટેક દેશોના સહિયારા સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. સઘન પરસ્પર સંકલન દ્વારા તમામ સભ્ય દેશો આ ક્ષેત્રને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

    બિમસ્ટેક એ બંગાળની ખાડી અને તેની આસપાસના પ્રદેશની સરહદે આવેલા દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે, જેમાં કુલ સાત સભ્ય દેશો (બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ) સામેલ છે. આ સંગઠનનો મૂળ હેતુ સભ્ય દેશો વચ્ચે આર્થિક વિકાસ, વેપાર અને તકનીકી સહયોગને વેગ આપવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply