Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા અને વાંધા નોંધાવવાની મુદત 26 ઓક્ટોબર સુધી લંબાઈ

Live TV

X
  • મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા અને વાંધા નોંધાવવાની મુદત 26 ઓક્ટોબર સુધી લંબાઈ

    ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં સ્પેશિયલ સમરી રિવિઝન  અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા અને વાંધાઓ દાખલ કરવાની અંતિમ તારીખ લંબાવીને 26 ઓક્ટોબર 2026 કરી દીધી છે. અગાઉ આ સમયમર્યાદા મર્યાદિત હતી, પરંતુ નાગરિકો અને નવા મતદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.   

    નવું સમયપત્રક:   
    દાવા અને વાંધા અરજી કરવાની નવી અંતિમ તારીખ: 26 ઓક્ટોબર 2026, નોટીસો અને અરજીઓની નિકાલ પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ: 10 નવેમ્બર 2026,  આખરી  મતદાર યાદીનું પ્રકાશન:16 નવેમ્બર 2026. 

    મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની કચેરી દ્વારા નાગરિકો અને પ્રથમવાર મતદાન કરનાર યુવાનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વધારાના સમયનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ યાદીમાં પોતાનું નામ ચકાસી લે. જો નામમાં કોઈ ભૂલ હોય (જેમ કે નામની જોડણી, સરનામું કે ઉંમર) અથવા નામ યાદીમાંથી બાદ થઈ ગયું હોય, તો તેઓ નિયત ફોર્મ ભરીને સુધારો કે નવા નામ માટે અરજી કરી શકે છે.

    રાજ્યભરના પાત્ર મતદારો પોતાની વિગતો ચકાસવા માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અથવા ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલની મદદ લઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
apply