પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મત્સ્ય સંપદા યોજનાનો કરશે શુભારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને સીધા ઉપયોગ માટે ઈ-ગોપાલ એપ કરશે લોંચ..અને બિહારના માછીમારો માટે મત્સ્ય સંપદા યોજનાનો કરશે શુભારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દેશમાં મત્સ્યપાલન ક્ષેત્રના સતત વિકાસની એક ફ્લેગશીપ યોજના છે. જે અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21થી 2024-25 વચ્ચેના પાંચ વર્ષની મુદતમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આત્મનિર્ભર ભારતના પેકેજના ભાગરૂપે આ યોજનાના અમલ માટે રૂપિયા 20 હજાર 50 કરોડનું રોકાણ કરાશે. વર્ષ 2024-25 સુધીમાં માછલીના ઉત્પાદનમાં 70 લાખ ટનનો વધારો અને માછલી નિકાસથી થતી આવકમાં વધારો કરવાની નેમ સાથે આ યોજના અમલી બનશે.
આ યોજનાની મદદથી માછીમારો અને મત્સ્ય ખેડૂતોની આવકને બમણી કરવા અને રોજગારીની તકો વધારવાની બાબત પર પણ ભાર મુકાઇ રહ્યો છે. પ્રધાનમંત્રી આ ઉપરાંત આજે ઇ-ગોપાલા એપનું લોન્ચિંગની પણ કરશે. ઇ-ગોપાલા એપ તે ખેડૂતોના સીધા ઉપયોગ માટે તૈયાર થયેલું એપ છે. તે એપ પશુઓના નસ્લ સુધાર , બજાર અને માહિતી પોર્ટલ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા બિહારમાં માછલી પાલન અને પશુપાલન સંબંધી અનેક પહેલ થશે.
