Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી મોસ્કોમાં શાંધાઈ સહયોગના વિદેશમંત્રીઓની પરિષદમાં લેશે ભાગ

Live TV

X
  • વિદેશમંત્રી એસ.જયશંકર આજે મોસ્કોમાં મળી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન એટલે કે એસ.સી.ઓ.ના વિદેશમંત્રીઓની પરિષદની બેઠકમાં લેશે ભાગ..શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓની આ ત્રીજી બેઠક..

    ભારત બેઠકમાં એસસીઓના પુર્ણકક્ષાના સભ્યના રૂપમાં ભાગ લેશે. આ પહેલા થયેલી બે બેઠકની વાત કરીએ તો, એપ્રિલ 2018માં બેઇજિંગ અને મે 2019માં બ્રિસબેનમાં યોજાઇ હતી. ભારત આ વખતે બેઠકમાં સક્રીયતાથી ભાગ લઇ રહ્યું છે. એસસીઓ શિખર બેઠકનું પણ નજીકના ભવિષ્યમાં આયોજન થશે. આજની બેઠકમાં શિખર બેઠકની તૈયારીઓની સમીક્ષા થશે તેમ જ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દે વિચારોનું આદાનપ્રદાન પણ થશે.

    વિદેશમંત્રી એસ.જયશંકરે બુધવારે દ્વિપક્ષી બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા. એસ. જયશંકરે રશિયાના વિદેશમંત્રી સરગે લાવરાવ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં દ્વિપક્ષીય ચર્ચા થઇ હતી. વિદેશમંત્રીએ ટ્વિટ કરીને આ મુલાકાત અંગેની જાણકારી આપી હતી. વિદેશમંત્રીએ કિર્ગીસ્તાનના વિદેશમંત્રી ચિંગિઝ એડ્રાબેકોવ અને તઝાકિસ્તાનના વિદેશમંત્રી સિરોજિદ્દીન મુહરિદ્દીન સાથે પણ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. કોરોના મહામારી કાળમાં ભારતીયોની વતન વાપસી માટે કિર્ગીસ્તાનના વિદેશમંત્રીએ નિભાવેલી ભૂમિકા બદલ આભાર પણ માન્યો હતો .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply