Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા જશે, ઑસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાતે જશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે 8-9 જુલાઈ 2024ના રોજ મોસ્કોમાં હશે. બંને નેતાઓ બંને દેશો વચ્ચેના બહુ-આયામી સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

    ત્યારબાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9થી 10 જુલાઈ 2024 દરમિયાન ઑસ્ટ્રિયાની મુલાકાત લેશે.41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ઑસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી ઑસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન ડેર બેલેનને મળશે અને ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને નેહામર ભારત અને ઑસ્ટ્રિયાના ઉદ્યોગપતિઓને પણ સંબોધિત કરશે.

    તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોસ્કો તેમજ વિયેનામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply