'ભારતીય ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે', પીએમ મોદીએ ઓલિમ્પિયનોનું મનોબળ વધાર્યું
Live TV
-
PM મોદી ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલા ખેલાડીઓને મળ્યા, શ્રેષ્ઠ પ્રદર્શનની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ X પર પોસ્ટ કર્યું કે @Olympics માટે પેરિસ જઈ રહેલી આપણી ટુકડી સાથે વાતચીત કરી. મને વિશ્વાસ છે કે આપણા એથ્લેટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની જીવનયાત્રા અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે.”
ભારત પેરિસ ઓલિમ્પિકમાં લગભગ 120 ખેલાડીઓની ટુકડી મોકલી રહ્યું છે અને આશા છે કે આ વખતે તેઓ ટોક્યો ઓલિમ્પિક કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે.
