પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં નવ નિર્મિત સ્વર-વેદ મહા મંદિરનું કરશે ઉદ્ધાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસના બીજા દિવસે નવ નિર્મિત સ્વર-વેદ મહા મંદિરનું ઉદ્ધાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસના બીજા દિવસે નવ નિર્મિત સ્વર-વેદ મહા મંદિરનું ઉદ્ધાટન કરશે. આ મંદિર 18 વર્ષથી બની રહ્યું હતું. આ મંદિરને દેશનું સૌથી મોટું સાધના કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં એક સાથે 20 હજારથી વધુ લોકો સાધના કરી શકે છે...આ અવસરે પ્રધાનમંત્રી , મહામંદિરના શ્રદ્ધાળુઓને સંબોધિત કરશે. આ સાથે PM વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ સિવાય તેઓ 19 હજાર 150 કરોડના ખર્ચે તૈયાર થયેલી વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પોલીસ કલ્યાણ, સ્માર્ટ સિટી સહિતની વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આજે વારાણસીથી નવી દિલ્લી વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે.