Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવમોગામાં 3600 કરોડથી વધુની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ

Live TV

X
    • PM મોદીનો કર્ણાટક પ્રવાસ
    • 3600 કરોડથી વધુની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન અને લોકાર્પણ
    • કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો કરશે જમા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે રહેશે. પ્રધાનમંત્રી શિવમોગા વિમાની મથકનું ઉદઘાટન અને નિરીક્ષણ કરવા ઉપરાંત શિવમોગા ખાતેથી વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.  વિમાન મથક રૂપિયા 450 કરોડ રૂપિયાને ખર્ચે ઊભું થયું છે. તેઓ પીએમ કિસાન યોજનાનો 13મા હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. યોજનાના 8 કરોડથી વધુ લાભાર્થીને રૂપિયા 16,000 કરોડ જારી કરશે. પ્રધાનમંત્રી મોદી શિવમોગા ખાતે બે રેલવે પરિયોજનાનો શિલાન્યાસ કરવાના છે. શિવમોગામાં અનેક સડક ઉભી કરવા માટેના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. તેઓ જળ જીવન મિશન હેઠળ રૂપિયા 950 કરોડના ખર્ચે આકાર પામનારી અનેક યોજનાનો પણ શિલાન્યાસ કરશે. જેના થકી 315 ગામોની  8.8 લાખની વસતીને લાભ મળશે. શિવમોગા ખાતે પ્રધાનમંત્રી 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે. તેઓ પુનઃ વિકસાવવામાં આવેલું બેલગાવી રેલવે સ્ટેશન ભવન રાષ્ટ્રને અર્પણ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply