Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી જૂને ઉત્તર પ્રદેશની લેશે મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી જૂન, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ પહોંચશે. જ્યાં તેઓ યુપી ઈન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ@3.0માં હાજરી આપશે. લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી કાનપુરના પારૌંખ ગામ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પાથરી માતા મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 2 વાગ્યે, તેઓ ડૉ. BR આંબેડકર ભવનની મુલાકાત લેશે. જે પછી 2:15 વાગ્યે મિલન કેન્દ્રની મુલાકાત લેશે. મિલન કેન્દ્ર રાષ્ટ્રપતિનું પૈતૃક ઘર છે, જે જાહેર ઉપયોગ માટે દાનમાં આપવામાં આવ્યું હતું અને તેને સામુદાયિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ બપોરે 2:30 વાગ્યે પરૌંખ ગામમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

    ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ@3.0 દરમિયાન પ્રધાનમંત્રી રૂ. 80,000 કરોડથી વધુની કિંમતની 1406 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં કૃષિ અને સંલગ્ન, IT અને ઇલેક્ટ્રોનિક્સ, MSME, ઉત્પાદન, રિન્યુએબલ એનર્જી, ફાર્મા, પ્રવાસન, સંરક્ષણ અને એરોસ્પેસ, હેન્ડલૂમ અને ટેક્સટાઇલ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સમારોહમાં દેશના ટોચના ઉદ્યોગ અગ્રણીઓ હાજરી આપશે.

    યુપી ઇન્વેસ્ટર્સ સમિટ 2018 21મી -22મી ફેબ્રુઆરી 2018ના રોજ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ 29 જુલાઈ, 2018ના રોજ અને બીજો ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ 28 જુલાઈ 2019ના રોજ યોજાયો હતો. પ્રથમ ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ દરમિયાન, 81 થી વધુ મૂલ્યના પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો. રૂ. 61,500 કરોડથી વધુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રૂ. 67,000 કરોડથી વધુના રોકાણ સાથે 290 પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply