Skip to main content
Settings Settings for Dark

મહાત્મા મંદિર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સનું કરવામાં આવ્યું આયોજન

Live TV

X
  • મહાત્મા મંદિર ખાતે 'નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ'નું  આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત , તેમજ દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.  

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે કોન્ફરન્સમાં થનારી ચર્ચાથી શિક્ષણને નવી દિશા મળશે તેમજ તેમણે એડલ્ટ એજ્યુકેશન, સ્કીલ, જેવી બાબતો પણ શિક્ષણમાં જરુરી હોવા પર ભાર મુક્યો હતો. આ કોન્ફરન્સની મદદથી નવી શિક્ષણ નીતિનું અમલીકરણ વધુ સરળ બનશે.  તેમણે ઉમેર્યુ હતુ કે શિક્ષણની નીતિના અમલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંકલન જરૃરી છે. 

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દેશના બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ  પાયાની બાબત બની છે તેમજ કન્યા કેળવણી જેવી ઝુંબેશથી શિક્ષણને ફાયદો થયો છે. સાથે સાથે તેમણે કહ્યું હતું કે બીબાઢાળ શિક્ષણમાંથી બહાર આવીને નવી દિશામાં આગળ આવવું જરૃરી છે.  

    મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠ વર્ષના કાર્યકાળમાં દેશમાં અનેક નવી પહેલ થઇ છે. નવી શિક્ષણ નીતિ તેમાંની એક છે. આ નીતિને પરિણામે દેશના યુવાનોને  ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળતું થશે.
     દેશમાં શિક્ષણ પાછળ થતો ખર્ચ લગભગ બમણો કરવામાં આવ્યો છે. સાથે-સાથે કૌશલ્યવર્ધન ઉપર પૂરતું મહત્ત્વ અપાયું છે અને દેશના 1.34 કરોડ યુવાનોનું કૌશલ્યવર્ધન થયું છે. 

    શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે શિક્ષણની નીતિથી દેશનો વિકાસ થશે. કોરોનામાં શિક્ષકોની લર્નિગ રીકવરીમાં ઘટાડો થયો છે.  ત્યારે કોન્ફરન્સ મહત્વની બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply