પ્રધાનમંત્રી બેંક ડિપોઝિટ ઈન્સ્યોરંસ પ્રોગ્રામમાં થાપણદારોને કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે. ડિપોઝિટ ઇન્સ્યોરંસ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી તમામ થાપણોને આવરી લે છે. રાજ્ય, કેન્દ્રીય અને પ્રાથમિક સહકારી બેંકોમાં થાપણો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. મહત્વપૂર્ણ સુધારામાં, બેંક ડિપોઝિટ વીમા કવર 1 લાખથી વધારીને 5 લાખ કરાયું છે. થાપણ વીમા કવરેજ સાથે બેંક દર થાપણદાર દીઠ 5 લાખ, પાછલા નાણાંકીય વર્ષના અંતે સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા કુલ ખાતાઓની સંખ્યાના 98.1% છે, જે 80%ના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કની સામે છે.
ડિપોઝિટ ઈન્સ્યોરંસ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ વચગાળાની ચૂકવણીનો પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો છે, જે RBI દ્વારા પ્રતિબંધો હેઠળ છે તેવી 16 અર્બન કો-ઓપરેટિવ બેંકોના થાપણદારો પાસેથી પ્રાપ્ત થયેલા દાવા સામે છે. 1 લાખથી વધુ થાપણદારોના તેમના દાવા સામે વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રી, રાજ્યમંત્રી નાણાં અને આરબીઆઈ ગવર્નર પણ હાજર રહેશે.
