Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના બીના ખાતે 50 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનો કર્યો શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશની 10 નવી ઔદ્યોગિક યોજનાઓનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં બીના રિફાઈનરીમાં આશરે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ઈથિલિન ક્રેકર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આ સાથે અનેક વિકાસ યોજનાઓની મધ્યપ્રદેશને ભેટ આપી હતી. તેમણે કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શરૂ થવાથી લગભગ 2.77 લાખ રોજગારીની તકો ઉભી થશે અને મધ્યપ્રદેશના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. પ્રધાનમંત્રીએ પેટ્રોલિયમ કોમ્પ્લેક્સના મોડલનું પણ નિરીક્ષણ કર્યું હતું.

    પ્રધાનમંત્રીને મધ્યપ્રદેશની 10 નવી ઔદ્યોગિક યોજનાઓનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ લાવશે અને 2.37 લાખ નવી રોજગારીની તકો ઊભી કરશે.

    પ્રધાનમંત્રી મોદીએ નર્મદાપુરમ જિલ્લામાં 3,000 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિકલ અને રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઔદ્યોગિક વિસ્તાર, ઇન્દોરમાં બે નવા આઇટી પાર્ક અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે નજીક રતલામમાં એક મેગા ઔદ્યોગિક પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીને શાજાપુર, ગુના, મૌગંજ, અગર માલવા, નર્મદાપુરમ અને મક્સીમાં 6 નવા ઔદ્યોગિક વિસ્તારોના વિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધશે.

    આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply