Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ લોન્ચ કરી આયુષ્યમાન ભારત યોજના, જમ્મુ-કાશ્મીરના લોકોને આપી મોટી ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આયુષ્માન ભારત PMJAY સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ કરી દીધો છે. 

    વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PMJAY સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ કર્યો 

    આ યોજનામાં જમ્મુ-કાશ્મીરના તમામ રહેવાસીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PMJAY સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજનાનો લાભ દેશભરમાં ગમે તે જગ્યા પરથી લઈ શકાશે. જમ્મુ-કશ્મીરના દરેક લોકોને ફ્રીમાં વિમા કવચ પુરુ પાડવામાં આવશે. તે ઉપરાંત આ યોજના સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ સુનિશ્ચિત કરશે. 15 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 

    લોકતંત્રને મજબૂત બનાવવા બદલ જમ્મુ-કાશ્મીરના લોકોને શુભકામનાઓ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક છે. તેમણે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા જણાવ્યું હતું કે, અટલજીને જમ્મુ-કાશ્મીર માટે વિશેષ સ્નેહ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકતંત્રને મજબૂત બનાવવા બદલ જમ્મુ-કાશ્મીરના લોકોને શુભકામનાઓ આપી હતી. 

    દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સેવાનો લાભ

    આ યોજનામાં જમ્મુ-કશ્મીરના દરેક વ્યક્તિને સાર્વભૌમત્વ સ્વાસ્થ્ય સેવાનો લાભ મળશે. આ યોજનાથી જમ્મુ કશ્મીરના દરેક લોકોને ફ્રીમા વિમાનુ કવચ પુરુ પાડવામાં આવી રહ્યું છે તથા આ વિમા કવચમાં પ્રતી વ્યક્તિ 5 લાખની સેવા મળશે. જેનાથી 15 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 

    દેશભરમાં ગમે તે જગ્યા પર લઈ શકાશે લાભ 

    આ યોજનાનો લાભ દેશભરમાં ગમે તે જગ્યાએથી લઈ શકાશે. આ યોજના શરુ થવાથી જમ્મુ કશ્મીરના લોકોને સ્વાસ્થ્ય સેવાનો ફ્રીમા લાભ મળશે. આ વિશેષ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને જમ્મુ કશ્મીર રાજ્યપાલ પણ ઉપસ્થીત રહ્યા હતા.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply