પ્રધાનમંત્રી મોદીએ સંગમ સ્નાનમાં ડૂબકી લગાવ્યા પછી, સૂર્યની પૂજા અને પરિક્રમા કરી
Live TV
-
5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા અને પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને માતા ગંગાની પૂજા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગળામાં મોટી રુદ્રાક્ષની માળા પહેરેલા સાધકની મુદ્રામાં જોવા મળ્યા હતા. સંગમ સ્નાન દરમિયાન તેમણે પવિત્ર જળમાં ઊભા રહીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું સાથે પરિક્રમા કરી અને મંત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સ્ટીમરમાં બેસીને સંગમ ઘાટની મુલાકાત લીધી હતી.
પીએમ મોદી બામરૌલી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા અરૈલ પહોંચ્યા હતા
સીએમ યોગીએ તેમને મહાકુંભના બધા ઘાટ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ઘાટ કિનારે ઉભેલા ભક્તોનું સ્વાગત પણ કર્યું. પ્રધાનમંત્રીએ સંગમ સ્નાન દરમિયાન હાથમાં રુદ્રાક્ષ પકડીને મંત્રોનો જાપ પણ કર્યો હતો. તે જ સમયે પીએમ મોદીની મુલાકાત દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. પીએમ મોદી બામરૌલી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા અરૈલ પહોંચ્યા હતા. મહાકુંભમાં પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મેળાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
મુલાકાતને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
પ્રયાગરાજ પહોંચતા પ્રધાનમંત્રીનું રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગમ વિસ્તારમાં અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. મહાકુંભની શરૂઆત પછી પીએમ મોદીની પ્રયાગરાજની આ પહેલી મુલાકાત છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર 2024 ના રોજ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે 5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. 2019 ના કુંભ મેળા દરમિયાન પ્રધાનમંત્રીએ ગંગામાં ડૂબકી લગાવી હતી અને સફાઈ કર્મચારીઓના પગ ધોયા હતા. તમને જણાવી દઈએ કે ભક્તો મહાકુંભમાં સતત સ્નાન કરી રહ્યા છે. વસંત પંચમી પર દેશભરમાંથી લોકો અહીં આવ્યા અને ધાર્મિક સ્નાન કર્યું હતું.
