પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં સુરક્ષા ભંગની બનેલી ઘટના પર ચિંતા વ્યક્ત કરી
Live TV
-
બુધવારે સંસદમાં સુરક્ષા ભંગની ઘટના બની ત્યારે બે ઘૂસણખોરો મુલાકાતીઓની ગેલેરીમાંથી કેનિસ્ટરમાંથી પીળો ધુમાડો છોડતા લોકસભામાં પ્રવેશ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષા ભંગને ગંભીર મામલો ગણાવીને તેની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ એક અખબાર સાથેની મુલાકાતમાં રાજકીય પક્ષોને વિનંતી કરી કે તેઓ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી દૂર રહે કારણ કે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.
મોદીએ કહ્યું કે, લોકસભાના અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા છે અને ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ સંસદની સુરક્ષા ભંગને દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક ગણાવતા કહ્યું કે તપાસ એજન્સીઓ સંપૂર્ણ તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ઉલ્લંઘનની ઊંડી તપાસ કરીને ઉકેલ શોધવાની જરૂર છે જેથી તે ફરી ન બને.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આરોપીઓના ઈરાદા અને ઘટના પાછળ સક્રિય તત્વો જાણવું મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ સંસદમાં રચનાત્મક ભૂમિકા ભજવવા વિરોધ પક્ષોને પણ અપીલ કરી હતી કારણ કે આ મુદ્દા પર વર્તમાન સત્રના છેલ્લા બે દિવસમાં બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
અગાઉ, ગુરુવારે એક બેઠકમાં, પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પ્રધાનોને લોકસભામાં સુરક્ષા ભંગને અત્યંત ગંભીરતાથી લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે આ મુદ્દાનું રાજકીયકરણ કરવા સામે ચેતવણી આપી અને ભવિષ્યમાં આવા સુરક્ષા ભંગને ટાળવા માટે સામૂહિક સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી.બુધવારે સંસદમાં સુરક્ષા ભંગની ઘટના બની ત્યારે બે ઘૂસણખોરો મુલાકાતીઓની ગેલેરીમાંથી કેનિસ્ટરમાંથી પીળો ધુમાડો છોડતા લોકસભામાં પ્રવેશ્યા.