પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે વારાણસીના નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આજથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસે છે જ્યાં તેઓ વીસ હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે, આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.
સૂત્રો અનુસાર આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. કાશી તમિલ સંગમમનો બીજો તબક્કો આજથી 30 ડિસેમ્બર સુધી શરૂ થશે. 15મી ડિસેમ્બરે ચેન્નાઈથી રવાના થયેલ તમિલ પ્રતિનિધિમંડળની પ્રથમ ટુકડી ગઇકાલે સવારે વારાણસી પહોચતા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશીમાં તેમના રોકાણ દરમિયાન તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની પણ મુલાકાત લેશે. કાશી તમિલ સંગમમના પ્રથમ તબક્કાનું આયોજન 16મી નવેમ્બરથી 16મી ડિસેમ્બર 2022 સુધી કરવામાં આવ્યું હતું