વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજ્યોમાં કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓથી લોકોને અવગત કરાયા
Live TV
-
દેશના નાગરિકોને કલ્યાણ યોજનાઓથી માહિતગાર કરવા માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દેશભરમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે પણ દેશનાં વિવિધ રાજ્યોમાં કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓથી લોકોને અવગત કરાયા. ગોવામાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિશ્વજીત રાણેએ ડોના પૌલામાં યાત્રોને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા ગોવાના 14 મહાનગરીય વિસ્તારોમાં ફરશે, તેનાથી તમામ નાગરિકોને લાભ થશે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ- કાશ્મીરમાં પુંચ અને રાજૌરી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ખૂબ સારો લોક પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રા જ્યાં જ્યાં પહોંચી હતી ત્યાં યોજનાઓની માહિતી આપવા સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ “મેરી કહાની-મેરી જુબાની” કાર્યક્રમ હેઠળ પોતાને થયેલા ફાયદાની વાત ઉત્સાહપૂર્વક જાહેર જનતાને જણાવતાં જોવા મળતા હતા. અન્ય રાજ્યોની સાથે આંધ્રપ્રદેશમાં પણ ચાલી રહેલી આ સંકલ્પ યાત્રામાં જન પ્રતિનિધીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિત લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે.. આ યાત્રામાં ખાસ જોડવામાં આવેલી આઇ.ઇ.સી. વેન દ્વારા લાભાર્થીઓ પોતાને થયેલા ફાયદાની વાત રજૂ કરી રહ્યા છે. આ વેન જ્યાં જાય છે ત્યાં લોકો કલ્યાણ યોજનાઓની જાણકારી મેળવવા થંભી જાય છે અને ધ્યાનથી નિહાળે છે