Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ સાંસદોની ગૃહની બેઠકમાં ગેરહાજરીના મુદ્દે પણ ચિંતા જાહેર કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષના સાંસદોને સંબોધતાં તેમને પોતાના સંસદીય વિસ્તારના રાજકારણ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે, જનહિતનાં કાર્યો કરવા અનુરોધ કર્યો હતો

    દિલ્હીમાં સંસદ ભવન ખાતે આજે ભાજપ સંસદીય બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષના સાંસદોને સંબોધતાં તેમને પોતાના સંસદીય વિસ્તારના રાજકારણ પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે, જનહિતનાં કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી અને કુષ્ટ રોગ જેવા રોગને નિર્મૂળ કરવાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા, સાંસદોને કામે લાગી જવા હાકલ કરી હતી.

    બેઠક બાદ મીડિયાને સંબોધતાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ પક્ષના સાંસદોને અધિકારીઓ સાથે મળીને, સંસદીય ક્ષેત્રમાં ઊભી થયેલી ફરિયાદોના નિવારણ પર ધ્યાન આપવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સાંસદોની ગૃહની બેઠકમાં ગેરહાજરીના મુદ્દે પણ ચિંતા જાહેર કરી હતી. સરકારની કલ્યાણ યોજના વિશે લોકોને જાણકારી આપીને, લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે દિશામાં કાર્ય કરવા પણ પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply