તમિલનાડુમાં પોસ્ટ વિભાગની પરીક્ષાને મુદ્દે અન્નાદ્રમુક અને દ્રમુક એમ બંનેના સભ્યોએ હોબાળો કર્યો
Live TV
-
રાજ્યસભાની કાર્યવાહી હોબાળાને કારણે વારંવાર સ્થગિત રહી
રાજ્યસભાની કાર્યવાહી હોબાળાને કારણે વારંવાર સ્થગિત રહી હતી. તમિલનાડુમાં પોસ્ટ વિભાગની પરીક્ષાને મુદ્દે અન્નાદ્રમુક અને દ્રમુક એમ બંનેના સભ્યોએ હોબાળો કર્યો હતો. પરીક્ષા માત્ર હિન્દી અને અંગ્રેજીમાં લેવાઈ રહી હોવાથી સાંસદો પરીક્ષા રદ કરવાની માંગણી કરી રહ્યા હતા. જો કે સરકારે સભ્યોની માંગણી ગ્રાહ્ય રાખીને પરીક્ષા રદ કરી છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, તમિળ સહિતની પ્રાદેશિક ભાષામાં આ પરીક્ષા લેવામાં આવશે. લોકસભાની કાર્યવાહી સુચારૂપણે ચાલી રહી હતી. જેમાં ત્રણ બિલ પર ચર્ચા કરીને તેને રાજ્યસભામાં મોકલવા ચર્ચા હાથ ધરાઈ હતી. લોકસભામાં વર્ષ 2019-20 માટેની માર્ગ પરિવહન મંત્રાલયની ગ્રાન્ટની માગણીઓને મુદ્દે ચર્ચા થઈ હતી. ચર્ચાનો જવાબ આપતાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે 786 દુર્ઘટના સંભવિત સ્થાનોની ઓળખ કરી હતી જેમાંથી ત્રણસો સ્થાન દુરસ્ત કરવામાં આવ્યા છે.
