મુંબઈમાં ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 7ના મોત, 30થી વધુ લોકો દબાયા કાટમાળમાં
Live TV
-
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે, સાથે સાથે મદદમાં સ્થાનિકો પણ જોડાયા
મુંબઈમાં ડોંગરી વિસ્તારમાં ચાર માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશાયી થતાં 7 નાં મૃત્યુ થયાં છે અને આઠને ઈજા પહોંચી છે, તેમજ 30 થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
સ્થાનિક લોકોની મદદથી હાલ લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, તો NDRFની ટીમ પણ પોતાના ઉપકરણો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનાના મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા.
મુંબઈના ડોંગરીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. તો તેમની સાથે સાથે મદદમાં સ્થાનિકો પણ જોડાયા છે.
