લોકસભામાં આજે માનવ અધિકાર સંરક્ષણ સુધારા બિલ 2019 રજૂ કરવામાં આવશે
Live TV
-
લોકસભામાં આજે માનવ અધિકાર સંરક્ષણ સુધારા બિલ 2019 રજૂ કરવામાં આવશે. લોકસભામાં પસાર કરાવવા માટે સરકાર તરફથી આ બિલ સંસદમાં મુકવામાં આવશે.
લોકસભામાં આજે માનવ અધિકાર સંરક્ષણ સુધારા બિલ 2019 રજૂ કરવામાં આવશે. લોકસભામાં પસાર કરાવવા માટે સરકાર તરફથી આ બિલ સંસદમાં મુકવામાં આવશે.તો ગઈકાલે લોકસભામાં મોટર વાહન સુધારા બિલ , સરોગસી નિયમન બિલ , અને NIA સુધારા બિલને , ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી એનઆઇએ સુધારા બિલ , પાસ થયું હતું.NIA બિલ પાસ થવા પર ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર આ કાયદાનો દુરુપયોગ નહીં થવા દે.ગૃહમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું , કે પોટા કાયદો આતંકવાદ સામે રક્ષણ માટે હતો. પરંતુ વોટની રાજનીતિને કારણે આ કાયદો પરત ખેંચી લેવામાં આવ્યો હતો.ગૃહમંત્રીએ પોટા કાયદાને પરત લેવાને એક રાજનૈતિક પગલું ગણાવ્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું , કે એનઆઇએ જેવા ગંભીર મુદ્દાઓ પર સંસદમાં રાજનીતિ ન થવી જોઈએ.તો લોકસભામાં, મોટર વાહન સંશોધન બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું, કે આ બિલ પસાર થતાં રોડ અકસ્માતમાં લોકોનાં જીવ બચાવવા માટે મદદ મળશે. તેમણે જણાવ્યું હતું, કે આ બિલ ગત લોકસભામાં પસાર થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નહોતું.
