પ્રધાનમંત્રી મોદીએ 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું, મહિલા સ્વ-સહાય જૂથોને 15 હજાર ડ્રોન આપવામાં આવશે
Live TV
-
સમગ્ર દેશમાં વિકસિત ભારત અંતર્ગત રથ ગામેગામ આવી રહ્યા છે તો હજુસુધી જે લાભાર્થીને સરકારી યોજનાનો લાભ લેવાનો બાકી રહ્યો હોય તેમને લાભ લેવા માટે પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થી સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં વિકસિત ભારત અંતર્ગત રથ ગામેગામ આવી રહ્યા છે તો હજુસુધી જે લાભાર્થીને સરકારી યોજનાનો લાભ લેવાનો બાકી રહ્યો હોય તેમને લાભ લેવા માટે આહ્વાન કહ્યું હતુ.
દેશભરમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અને લાભો નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી શરૂ કરાઈ છે. મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ દિશામાં વધું એક પગલું ભરતાં પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો શુભારંભ કર્યો હતો. મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરશે. જેથી મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ રોજગાર માટે કરી શકે. આગામી ત્રણ વર્ષો દરમિયાન મહિલા સ્વ-સહાય જૂથોને 15 હજાર ડ્રોન આપવામાં આવશે. મહિલાઓને ડ્રોન ઉડાડવા અને તેનો ઉપયોગ કરવા માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. મહિલા કિસાન ડ્રોન કેન્દ્રની પહેલ કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી એઈમ્સ દેવઘરમાં ઐતિહાસિક 10 હજારમાં જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ. આ સિવાય પ્રધાનમંત્રી દેશમાં જન ઔષધિ કેન્દ્રની સંખ્યા જે 10 હજારથી વધારીને 25 હજાર સુધી પહોંચાડવા માટેના કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવ્યો.
