Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી આજે અને આવતીકાલે કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાતે

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે 3 મહત્વપૂર્ણ અંતરિક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (મંગળવાર) અને આવતીકાલે (બુધવાર) કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રવાસે જશે. તેઓ આજે સવારે 10:45 વાગ્યે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લેશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, પ્રધાનમંત્રી તમિલનાડુના મદુરાઈમાં 'ક્રિએટિંગ ધ ફ્યુચર - ડિજિટલ મોબિલિટી ફોર ઓટોમોટિવ MSME આંત્રપ્રિન્યોર્સ' કાર્યક્રમમાં હાજરી આપશે. કેરળ અને તમિલનાડુમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તેના X હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ઉપરાંત, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ત્રણેય રાજ્યોના કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી શેર કરી છે.

    પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અનુસાર, પ્રધાનમંત્રી મોદી કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર ખાતે 3 મહત્વપૂર્ણ અંતરિક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા પણ કરશે અને નિયુક્ત અવકાશયાત્રીને 'અવકાશયાત્રી પંખ' એનાયત કરશે. ગગનયાન મિશન એ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે. આ માટે ISROના વિવિધ કેન્દ્રો પર વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.

    PIB અનુસાર, પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના મદુરાઈમાં 'બિલ્ડિંગ ધ ફ્યુચર - ડિજિટલ મોબિલિટી ફોર ઓટોમોટિવ MSME આંત્રપ્રિન્યોર્સ' ઈવેન્ટમાં ભાગ લેશે અને ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા હજારો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાહસિકોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી થુથુકુડીમાં ચિદમ્બરનાર પોર્ટ ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કરશે. તેઓ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવેઝ શિપ પણ લોન્ચ કરશે. આ જહાજ કોચીન શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી વાંચી મણિયાચ્ચી-નાગરકોઇલ રેલ્વે લાઇનને ડબલ કરવાના રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તમિલનાડુમાં લગભગ રૂ. 4,586 કરોડના કુલ ખર્ચે વિકસિત 4 રોડ પ્રોજેક્ટ્સને પણ સમર્પિત કરશે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ રૂ. 21,000 કરોડથી વધુનો 16મો હપ્તો પ્રધાનમંત્રી મોદીની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન યવતમાલમાં એક જાહેર કાર્યક્રમમાં સીધા લાભ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવશે. આ સાથે 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી લગભગ 3800 કરોડ રૂપિયાના 'નમો શેતકરી મહાસમ્માન નિધિ'ના બીજા અને ત્રીજા હપ્તાનું પણ વિતરણ કરશે. આનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં અંદાજે 88 લાખ લાભાર્થી ખેડૂતોને ફાયદો થશે.  

    પ્રધાનમંત્રી સમગ્ર મહારાષ્ટ્રમાં 5.5 લાખ મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને રૂ. 825 કરોડનું ફરતું ભંડોળ વિતરણ કરશે. તેમજ સમગ્ર મહારાષ્ટ્રમાં 1 કરોડ આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત કરશે. પીએમ મોદી OBC વર્ગના લાભાર્થીઓ માટે આવાસ ઘરકુલ યોજના શરૂ કરશે અને મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશોને લાભ આપતી અનેક સિંચાઈ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી યવતમાલ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
apply