રાજ્યસભાની 15 બેઠક માટે આજે મતદાન
Live TV
-
ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4, હિમાચલ પ્રદેશની 1 બેઠક માટે આજે થશે મતદાન
આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે.
ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 8 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારતાં મતદાન અનિવાર્ય બનાવ્યુ છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના અભિષેક મનું સિંધવી સામે ભાજપે હર્ષ મહાજનને ઉમેદવાર તરીકે નિમ્યા છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાસે 40 અને ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. કર્ણાટકની વાત કરવામાં આવે તો 4 બેઠકો માટે કોંગ્રેસે 3 અને જે઼ડીએસ ભાજપ ગઠબંધનના 2 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીનું પરિણામ સાંજ સુધીમાં આવશે . રાજયસભા ચૂંટણી વચ્ચે આજે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં ધારાસભ્ય મનોજ પાંડેએ મુખ્ય દંડકનાં પદ પરથી રાજીનામુ આપ્યુ છે.