પ્રધાનમંત્રી મોદી : આઝાદીના સુવર્ણ જયંતિ વખતે આજના યુવાનો હશે શાસનકર્તા
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના તાલકટોરા ઇનડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાના તણાવને દૂર કરવા પર સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં કુલ 2000 સ્ટુડન્ટસ અને શિક્ષકોએ ભાગ લીધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થી અને તેમના વાલીઓનું ટેન્શન દૂર કરવા માટે 'પરીક્ષા પે ચર્ચા' કરી પીએમએ ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા કરી હતી. દિલ્હીના તાલકટોરા ઇનડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચર્ચામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાના તણાવને દૂર કરવા પર સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં કુલ 2000 સ્ટુડન્ટસ અને શિક્ષકોએ ભાગ લીધો છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદી એક મિત્રની જેમ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. તેમણે સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે તમારો આ દોસ્ત ફરી એકવખત તમારી સામે છે. પીએમએ વિદ્યાર્થીઓને 2020ના દાયકાની અગત્યતા સમજાવી. તેમણે કહ્યું કે આ દાયકો હિન્દુસ્તાન માટે ખૂબ જ અગત્યનો છે. આ દાયકામાં દેશ જે પણ કરશે તેમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને સૌથી વધુ યોગદાન હશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દાયકો નવી ઊંચાઇઓને પ્રાપ્ત કરનાર બને, આ સૌથી વધુ આ પેઢી પર નિર્ભર કરે છે. આ દાયકો નવી ઊંચાઇને સર કરનાર બને, નવા સંકલ્પ, સિદ્ધિ, અરમાન સાથે આગળ વધે આ બધું જ આ પેઢી પર જ ખૂબ નિર્ભર કરે છે. આથી જ આ દાયકા માટે હું તમને અઢળક શુભકામનાઓ પાઠવું છું. અભ્યાસક્રમ ઉપરાંતની પ્રવૃત્તિઓના મહત્વ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સહ-અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ ન કરવાથી વ્યક્તિ રોબોટ જેવી થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું, પ્રેરણા અને ડિમોટિવેશન ખૂબ સામાન્ય છે અને દરેકને આ ભાવનાઓ હોય છે
