ચૂંટણી બોન્ડ પર હાલ પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
Live TV
-
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ભંડોળ આપવા માટેની ચૂંટણી બોન્ડ યોજના પર આજે વચગાળાના સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. આ યોજનાને રોકવાની માંગણી કરતી અરજી પર ટોચની કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવવાની ના પાડી છે, સુપ્રીમ કોર્ટેમાં CJIની બેંચે દિલ્લી ચૂંટણી પહેલા ચૂંટણી બોન્ડ પર રોક લગાવવાની ના પાડી દીધી છે. કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું છે. ADRની અરજી પર ચૂંટણી પંચે કેન્દ્ર અને ચૂંટણી પંચે નોટિસ આપી છે. આ કેસની આગામી સુનાવણી બે સપ્તાહ બાદ કરવામાં આવશે. વકીલ પ્રશાંત ભૂષણ, એનજીઓ તરફથી હાજર રહીને આરોપ લગાવ્યો કે આ યોજના સત્તા પક્ષની તરફેણમાં બિનહિસાબી કાળા નાણાંનો સંગ્રહ કરવા માટેનું એક સાધન છે. સ્ટેની માંગણી દરમિયાન તેમણે આરબીઆઈના એક દસ્તાવેજનો સંદર્ભ પણ આપ્યો હતો.
