Skip to main content
Settings Settings for Dark

જે પી નડ્ડા નિર્વિરોધ બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા બિનહરીફ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતા રાધા મોહને જે પી  નડ્ડાના નામની ઘોષણા કરી.

    જગત પ્રકાશ નડ્ડા બિનહરીફ ભાજપના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ભાજપ સંગઠનના ચૂંટણી પ્રભારી રાધામોહનસિંહે નડ્ડાની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેપી નડ્ડા ભાજપના 11 મા અધ્યક્ષ બન્યા છે. હમણાં સુધી જે પી  નડ્ડા કાર્યકારી અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા હતા.જગત પ્રકાશ નડ્ડા 2019 થી 2022 સુધી અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના તમામ પક્ષના નેતાઓએ નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જગત પ્રકાશ નડ્ડા સામાન્ય સહમતીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયા હેઠળ સોમવારે પાર્ટીના મુખ્યાલયમાં આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જે પી નડ્ડાને 19 જૂન 2019ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply