Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 18મી જાન્યુઆરીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

    સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તેની ખાતરી કરી શકાય. ગયા વર્ષે 15મી નવેમ્બરે તેની શરૂઆત થઈ ત્યારથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી છે. આ યાત્રાનું ધ્યાન પીએમ-ઉજ્જવલા યોજના, પીએમ-આયુષ્માન ભારત અને પીએમ આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા અને જાગૃતિ ફેલાવવા માટે લોકો સુધી પહોંચવાનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply