પ્રિયંકા ગાંધી 5 વર્ષ પછી ગુજરાતના પ્રવાસે
Live TV
-
કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતત ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. તેઓ આજે આસામના પ્રવાસે છે. જ્યાં તેઓ ગુવાહાટીમાં બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધશે.આ પછી કૉંગ્રેસ અધ્યક્ષ બરવિટામાં ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે.
આ તરફ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચૂંટણી રેલીને સંબોધશે.આ પછી તેઓ મહારાષ્ટ્રના લાતુરમાં બપોરે 3 વાગ્યે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
પ્રિયંકા ગાંધી 5 વર્ષ પછી ગુજરાતના પ્રવાસે છે. વલસાડના ધરમપુરમાં જાહેરસભા યોજીને ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ધરમપુરમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કરશે પ્રચાર. સવારે 11 વાગ્યે ધરમપુરના દરબારગઢ ચૌક ખાતે જનસભાનું સંબોધન કરશે. પ્રભારી મુકુલ વસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલ સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર.