ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા મળ્યું સમન્સ
Live TV
-
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી છે
નવી દિલ્હી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો અટકી રહી નથી. ED એ તેમને નવેસરથી સમન્સ મોકલીને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે ED એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 9મી વખત સમન્સ પાઠવ્યું છે.
16 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી છે. જે બાદ 17 માર્ચે કેજરીવાલને નવું સમન્સ મોકલવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલને 21મી માર્ચે ગુરુવારે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
તે જ સમયે, આમ આદમી પાર્ટી રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે. પાર્ટીનો આરોપ છે કે લોકસભા ચૂંટણી પહેલા EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવો કેસ જાહેર કર્યો છે. પાર્ટીનો દાવો છે કે EDનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરવાનો છે.
