બંગાળમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા, આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Live TV
-
ત્યારે કોલકાતા સહિત દક્ષિણના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
બંગાળમાં ફરી એકવાર હવામાને પલટો લીધો મર્યો છે. હવામાન વિભાગે 17 માર્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે કોલકાતા સહિત દક્ષિણના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલીપુર હવામાન વિભાગે કહ્યું છે કે આજરોજ બપોરે અથવા સાંજે કોલકાતામાં વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે.
તે ઉપરાંત કોલકાતાના ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ બંગાળના અન્ય જિલ્લાઓ પુરુલિયા, બાંકુરા, પશ્ચિમ અને પૂર્વ બર્દવાન, બીરભૂમ, મુર્શિદાબાદ અને નાદિયામાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હજુ પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર, માલદામાં આગામી બુધવાર અને ગુરુવારે હળવો વરસાદ થઈ શકે છે. એટલે ચૈત્રની શરૂઆત પહેલા જ વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. સોમવારથી રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન પણ ઘટવાનું શરૂ થશે. જોકે હાલમાં કોલકાતામાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.
