ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ થયું અરૂણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ
Live TV
-
દિલ્હીમાં આવેલ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવ્યું છે.
દિલ્હીમાં આવેલ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવ્યું છે. ગઈકાલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તો કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજ્જુ સહિત આખી ભારતીય ક્રિકેટ ટીમ, બીસીસીઆઈ અને ડીડીસીએનાં અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ફિરોજશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અધિકારીક રીતે અરૂણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ સ્ટેડિયમના પવેલિયન સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન વિરાટ કોહલી દ્વારા જ કરવામાં આવ્યું હતું.
