ફેસબુકના નકલી એકાઉન્ટ પર પ્રહાર
Live TV
-
ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ 687 પેજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પેજીસને, તેમાં પ્રકાશીત સામગ્રીને લીધે નહી, પણ તેમાં રહેલ અપ્રમાણિત જાણકારીને લીધે હટાવવામાં આવ્યા છે. ભારતમાં સૌથી વધુ 30 કરોડ યુઝર્સ છે. ફેસબુકે કહ્યુ છે કે લોકોએ ફેક એકાઉન્ટસ બનાવ્યા છે અને અલગ અલગ ગ્રુપ સાથે જોડાઈને સામગ્રી પ્રસરાવી અને લોકોમાં સંપર્ક વધારવાનું કામ કર્યુ. આ પ્રસંગે કૉંગ્રેસ અને ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
