ફ્રાંસ, જર્મની અને જાપાન સહિત આઠ દેશોના નાગરિકોના ઇ-વિઝા સ્થગિત
Live TV
-
નોવેલ કોરોના વાયરસની રોકવા માટે ભારતે આઠ દેશોના નાગરિકોના નિયમિત વિઝા અને ઇ-વિઝા સ્થગિત કરી દીધા છે. આ દેશોમાં ફ્રાંસ, જર્મની, સ્પેન, ચીન, ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલી પરામર્શમાં લોકોને આ દેશોની યાત્રા કરવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે અને વિદેશમાં બિનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી છે. અત્યાર સુધી વિશ્વના ઘણા દેશોમાં કોવિડ -19 ના કેસ નોંધાયા છે. સલાહમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત ફરતા તમામ મુસાફરોએ તેમના પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી જોઇએ અને સાવચેતીનાં પગલાં ભરવા જોઈએ. જે લોકો ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી, થાઇલેન્ડ, સિંગાપોર, ઈરાન, મલેશિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીનો પ્રવાસ કરી ચૂક્યા છે તેમને પણ પરત ફર્યા પછી 14 દિવસ અલગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
