જ્યોતિરાદિત્ય સિંધીયા વિધિવત રીતે ભાજપમાં જોડાયા
Live TV
-
જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અપાવી
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ તેઓ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાના હસ્તે કેસરિયો ખેસ પહેરીને વિધિવત રીતે બીજેપીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધુળેટીના દિવસે કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મધ્ય પ્રદેશ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ પાર્ટી છોડી દીધી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે દેશની સેવા કૉંગ્રેસમાં રહીને નહોતી થઈ શકતી. સિંધિયાએ આ ઉપરાંત કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી પહેલા જેવી નથી રહી.
