કોરોના વાયરસના લીધે ભારત સરકારે તમામ પ્રકારના વીઝાને 15 એપ્રિલ સુધી કર્યા સસ્પેન્ડ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના અધ્યક્ષસ્થાને મળેલી પ્રધાનોના જૂથની બીજી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજદ્વારી, વહીવટી, સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંગઠનો, અને રોજગાર પરિયોજના વીઝાને બાદ કરતાં તમામ વર્તમાન વીઝા 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ રખાયા છે.
કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતાં ભારત સરકારે કેટલાંક ખાસ વીઝાને બાદ કરતાં તમામ પ્રકારના વીઝાને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના અધ્યક્ષસ્થાને મળેલી પ્રધાનોના જૂથની બીજી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજદ્વારી, વહીવટી, સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંગઠનો, અને રોજગાર પરિયોજના વીઝાને બાદ કરતાં તમામ વર્તમાન વીઝા 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ રખાયા છે. આ નિર્ણય તમામ વિમાની મથકો અને બંદરગાહ પર 13 માર્ચના રોજ 12 વાગ્યાથી અમલી બનશે. ઓ.સી.આઈ. વીઝા કાર્ડધારકોને આપવામાં આવેલી વીઝા સુવિધા પણ 15 એપ્રિલ 2020 સુધી મોકુફ રાખવામાં આવી છે. ભારતીય નાગરિકો સહિત ભારત આવનારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બિનજરૂરી વિદેશયાત્રા ના કરે. આ ઉપરાંત કેબિનેટ સચિવે કોરોના વાયરસનાં મુદ્દે સંબંધિત મંત્રાલયના સચિવો, સૈન્ય અને આઈટીબીપીના પ્રતિનિધિનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહામારી અધિનિયમ 1857ની કલમ બેની જોગવાઈ અમલી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એર ઇન્ડિયાનું વિમાન બુધવારે 53 નાગરિકોને લઈને ઇટલીના મિલાનથી નવી દિલ્હી પહોંચી ચૂક્યું છે. તમામ નાગરિકોને હરિયાણાના માનેસર સૈન્ય કેમ્પમાં નજર હેઠળ રાખવામાં આવ્યા છે. બુધવારે દેશમાં કોરોના વાયરસના 10 નવા કેસ નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ આઠ તો દિલ્હી- રાજસ્થાનમાં એક - એક કેસ સામે આવ્યો હતો. કેરળમાં કોરોનાના કેસ વધીને 14 થઈ ગયા છે.
