ફ્રાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સ પાર્લે ભારતની મુલાકાતે આજે દિલ્હી પહોંચશે
Live TV
-
ફ્રાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સ પાર્લે ભારતની સત્તાવાર મુલાકાતે આજે દિલ્હી પહોંચશે. ભારત ખાતેના ફ્રાન્સ રાજદૂતાવાસે જણાવ્યું છે કે, ફ્લોરેન્સ પાર્લે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સાથે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરશે. તેઓ બંને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના ખાસ કરીને દરિયાઈ સલામતિ અંગેના સહકારમાં વધારો કરવા બાબતે ચર્ચા કરશે.તેઓ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ સાથે પ્રાદેશિક સલામતી બાબતો અંગે ચર્ચા કરશે.
