ગૃહમંત્રી અમિત શાહ આજે લખનઉની એક દિવસીય મુલાકાતે
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહ આજે લખનઉની એક દિવસીય મુલાકાતે જશે. તેઓ આજે બપોરે લખનઉમાં એક જનસભાને સંબોધન કરશે. ભારતીય જનતા પાર્ટી અને નિષાદ પાર્ટી દ્વારા લખનઉના રમાબાઈ આંબેડકર ગ્રાઉન્ડમાં ‘સરકાર બનાઓ અધિકાર પાઓ’ વિષય વસ્તુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશ કોર્પોરેટિવ બેન્કની 23 નવી શાખાઓનું ઉદ્દઘાટન કરશે અને ઉત્તરપ્રદેશ રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશનના 29 ગોડાઉનનું લોકાર્પણ પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ સાતમાં રાષ્ટ્રીય સહકાર ભારતી સંમેલનના ઉદ્દઘાટન સમારોહમાં ભાગ લેશે.
