બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ચક્રવાત મિચોંગ મધ્યતટીય આંધ્રપ્રદેશમાં નબળુ પડ્યું
Live TV
-
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત મિચોંગ મધ્યતટીય આંધ્રપ્રદેશની ઉપર ગાઢ દબાણના ક્ષેત્રમાં નબળુ પડ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 6 કલાકમાં ચક્રવાત નબળુ પડી જશે. ચક્રવાત ઉત્તરની તરફથી વધતા, કૃષ્ણા, પૂર્વી ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી,એનટીઆર, એલ્લૂરુ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ચેન્નાઇમાં તો ઠેર ઠેર કમરસમા પાણી ભરાયા હતા. ટ્રેક્ટર અને હોડીની મદદથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી.
વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત કાર્યોને પાર પાડવા અનેક ટીમો બનાવવામાં આવી હતી. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમોને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં તૈનાત કરવામાં આવી હતી. સેનાના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા.
